હશે નૈનથી નૈન મળ્યા ઘણાં.
ને દિલથી દિલ હળ્યા ઘણાં.
થૈ જાગૃત લાગણી ભીતર,
સુકૃત પૂર્વના એ ફળ્યા ઘણાં.
નૈ ખબર પ્રસંગ કે અવસર,
ગોળથીય લાગ્યાં ગળ્યા ઘણાં.
હતા અંતરાયો મિલનમાંને,
વિનસ નજરે એ ટળ્યા ઘણાં.
ના પડી ખબર સમો કેમ ગયો?
જુદાઈના જનાજે રડ્યાં ઘણાં.
હતાં દીધેલ વચન મળવાનાને,
આશ્વસને એ તો સાંભર્યાં ઘણાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.