મુસીબતમાં મારગ ચીંધનાર " મા " તું હતી.
પરિવારને પોતાનો માનનાર " મા " તું હતી.
સંસારના સંતાપથી અકળાઈ ઊઠતા જ્યારે,
ધીરજ, હિંમત, આશા દેનાર " મા " તું હતી.
હોય કોઈ સભ્યને તકલીફ પરિવારમાં ત્યારે,
અગડ લઈ પોતે માનતા કરનાર " મા " તું હતી.
ખૂબ વેઠ્યો સંઘર્ષ આજીવન સહન કરીકરીને ,
પોતે તાપ સહી શીતળતા બક્ષનાર " મા " તું હતી.
કદીએ ના ભૂલાય, ના વિસરાય એવું વ્યક્તિત્વ,
હારેલાંને દૈ હૈયારી અશ્રુ લૂંછનાર " મા " તું હતી.
આજે પુણ્યતિથિએ પ્રાર્થે છોરૂ પરમેશને પ્રેમથી,
ૠણ ના ચૂકવાતું, ક્ષમા આપનાર " મા " તું હતી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.