એકદા આસ્થા મારી ફળશે જરૂર.
જે ઝંખ્યાં રોમેરોમે એ મળશે જરૂર.
કસોટી ધીરજની કેટકેટલી હોવાની,
મનની મુરાદ હનુમંત કળશે જરૂર.
પ્રશ્નો અંતરમને સળવળતા નિતનવા,
સામાધાન શ્રીહરિનુંને ટળશે જરૂર.
એ જ રામ છે જે શબરીને મળનારા,
અહલ્યાને ઉદ્ધારનારા આવશે જરૂર.
એળે ન જાય કોઈની ઈબાદત કદીએ,
મળવાને હનુમત સંગ નીકળશે જરૂર.
હશે ભલામણ મહાવીરની; કામ થશે,
ધનુર્ધારી સીતાસમેત સાંભળશે જરૂર.
- ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.