આમ તો બરકત વિરાણી “ બેફામ ” ની કવિતાઓ માંથી ઘણી ખરી કવિતાઓ મેં વાંચી છે પણ તેમની કવિતાઓ જેટલી ખરી મે વાંચી એમાં આંખો નું વર્ણન આમ તો મારું પ્રિય .
મારા મતે જે માણસ શબ્દો થકી કે બીજી કોઈ રીતે જ્યારે પોતાનો પ્રેમ પોતાના પ્રિયપાત્ર ને ના વર્ણવી શકે ત્યારે તેની આંખો વગર શબ્દે જ બધું કહી દેતી હોય છે .
બસ આ આંખો ની વાણી ને સમજવા વાળું પાત્ર મળી જાય ત્યારે જન્મારો સફળ થઈ જાય છે .
એટલે જ ઘણી વાર બેફામ ની આવી કવિતાઓ વાંચુ ત્યારે મન માં એક વિચાર આવે કે કેટલી કિસ્મત વાળી હશે એ આંખો જેના પર બેફામ જેવા કવિ ને પણ પોતાના શબ્દો ન્યોછાવર કરી ને એક પછી એક ઉમદા ગઝલો લખવાનું મન થાય .
~ Rupal Jadav