આજે એક પ્રવચન ઘૂંટણ ના દુખાવા, ઘસારા અને ઓપરેશન વિશે સાંભળ્યું.
1. ઘૂંટણ ઊંચા કરી 10 સેકંડ રાખી ઊંચા નીચા,
2 . આપણી હનુમાન બેઠક જેવી ક્રિયાઓ,
3.બહેનો રસોઈ કરે ત્યારે ઉભતાં બે પગ સહેજ પહોળા રાખી બેય પાર સરખું અંતર રાખે,
4.લાબું ઉભવું હોય તો સ્ટુલ રાખી થોડી વાર બેસીજાય.
5.અળસી, સિંગ ચણા, અખરોટ જેવી શરીરમાં સારું તેલ બનાવતી વસ્તુઓ જરૂર ખાઓ,
6.સહેજ પણ રોજ ચાલતાં દુખાવો લાગે તો 15 દિવસ જેવી પેઈન કિલર લો, 7.ચાલતા ડાબે જમણે ઝુકો કે દુખે તો શરમ વગર લાકડી રાખો.
8.દુખાવો હોય તે 40 સેકંડ થી વધુ વજ્રાસન ન કરે અને
9.ઘસારો ધીમો થાય તે માટે વજ્રાસન,ઊભીને પગ હાથને અડાડવા, પાછળ પકડવા જેવી કસરતો જરૂર કરે. 10.મેનોપોઝ પછી પાચેક વર્ષો બાદ બહેનો પલાંઠી વાળી બેસે નહીં અને સામાન્ય કેલ્શિયમની ગોળી ડોક્ટરને ડોઝ પૂછી લે.
11.એરડીયું હૂંફાળા પાણીમાં પીવાથી ઘસારો ને દુખાવો ધીમા પડે છે.
12.ઘસારો આગળ કરતા પાછળ સાંધામાં વધુ જલ્દી થાય છે.
13. હવે ની રિપ્લેસમેન્ટ સાથે તમારા જ સેલ લઈ ઘૂંટણ માં પ્રત્યારોપણ ની ટેક્નિક છે પણ એ ખર્ચાળ છે, કાયમી છે.
14. પિંડી અને ઘૂંટણ નીચે ઓશીકું સહેજ ઘસારો હોય તેઓ રાખે.
15. અમુક ઉમર પછી તાકાત હોય તો પણ ઘૂંટણ પાર ઝટકા કાગે કે જોર પડે તેમ દોડવું, ઉઠબેસ જે ખૂબ માળ ના દાદર ચડવા જેવું ટાળવું.
-સુનીલ અંજારીયા