ઉગાડીએ.
ચાલો.
આખું વિશ્વ કહે છે કે બુદ્ધિ એ બહુ જ પ્રગતિ કરી છે એટલે પૃથ્વી પર નું જીવન જોખમમાં આવી ગયું છે. વિજ્ઞાન ને જે જે શોધખોળ કરી છે,તેને કારણે પૃથ્વી ના વાતાવરણ માં તિરાડ પડી છે. તેનાં વિનાશ થી
પૃથ્વી પરના ઓક્સિજન નું ને ખૂબ જ અસર થઈ છે.લોકો ને શ્વાસ લેવામાં શુદ્ધ પ્રાણવાયુ ની બદલે અશુદ્ધ વાયુ મળે છે.એટલે જન જીવન જોખમ માં છે.
ભવિષ્ય ખૂબ જ જોખમ માં છે.ભાવિ પેઢી વિકલાંગ અને મંદ બુદ્ધિ ની થઈ શકે છે.
પૃથ્વી પરથી શુદ્ધતા નો અંત આવી શકે છે.માણસો સુઈ ગયાં છે.સુઈ જશે.
શુદ્ધ પ્રાણવાયુ માટે માણસ માણસનો નાશ કરી શકે એવી કફોડી હાલત થઈ શકે એમ છે.
જો વાતાવરણ બદલવામાં ન આવે તો.
જો કાપવાનું રોકવામાં ન આવે અને નવા ઉગાડવામાં ન આવે તો સમગ્ર જીવ સૃષ્ટિ ને અસર પડી શકે છે. નવા ઉગાડી સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
સર્વે નાશ પામી જશે.
ચાલો ઉગાડીએ. જે જરૂરી છે,તેને પાછું ઉગાડીએ.
ચાલો વાવીએ.
પ્રેમ ને ઉગાડીએ.
માણસ માણસ વચ્ચે વિશ્વાસ ઉગાડીએ.
સલામતી નું ઝાડ વાવીએ.
અસલામતી ની ગંદકી દૂર કરીએ.
ચાલો માણસ માં માણસાઈ જગાડીએ.
હૂંફ અને લાગણીઓ ને હૃદય માં સજાવીએ.
ચાલો માનવતા ઉગાડીએ.
ફરી થી ખુશીનું,હાસ્ય નું નિર્દોષ વાતાવરણ જગાવીએ.
સમજણ અને વિવેક ને વાવીએ.
એકબીજા માં સંપ અને એકતા ના બીજ રોપીએ.સ્કારત્નકતા ને ગળે લગાડી નકરાત્મકતા ને લાત મારીએ. હંમેશા સારું જ વિચારીએ.
હેત નો ધોધમાર વરસાદ વરસાવી સૌ ને લાગણી માં ભીંજવી દઈએ.
ચાલો એકબીજા નો સાથ લઈ આપણી સંસ્કાર રૂપી સોના ની ખાણ ને ફરી નમ્રતા થી ભરી દઈએ. શૂરવીર થઈ મહેનત કરી ચાલો ફરી માનવતા ઉગાડીએ.
ચાલો બધાં સાથે મળી પૃથ્વી ને ફરી પ્રેમથી હર્ષોલ્લાસ થી ભરિ દઈએ.