અદ્રશ્ય
અદ્રશ્ય એટલે શું?
અદ્રશ્ય અનુભૂતિ.
સત્ય અને સાતત્યતા.
સત્ય શબ્દ સૌ ને ગમે છે.
પણ સત્ય સમજવું
સત્ય બોલવું
સાતત્ય સાથે જીવવું
સત્ય સ્વીકારવું
ઘણું ઊંડાણ અને અત્યંત તાકાત, શક્તિ માંગી લે છે.
સત્યતા થી જીવવુ ગમે છે ખરું ? શક્ય છે ખરું ?
99.99% શક્ય છે જ.
પણ ચોક્કસ 0.01% શક્યનથી.
આપણે આજે 0.01% ની વાત નથી કરતાં પણ 99.99% ની વાત કરીએ.
સત્ય.
પૃથ્વી પર જીવતાં દરેક સજીવ સત્યતા થી જ જીવે છે.
જી બરોબર વાંચ્યું દરેક સજીવ.
સત્ય કેવળ મનુષ્ય માટેજ નથી.
સત્ય અને સત્ય ની આભા એ જીવ,પ્રાણી,જીવજંતુ, ઝાડ પાન, કુદરત સર્વે ને લાગુ પડે છે,અસર કરે છે.
Aura.
આભા
Vibration/સ્પંદનો
ચેતના/સંવેંદના
આવા શબ્દો સાંભળ્યાં છે?
કદાચ સાંભળ્યા છે પણ શું અનુભવ્યા છે?
ઉત્તર છે હા. પૃથ્વી પર ના દરેક સજીવે આ શબ્દો ને અનુભવ્યા છે.
અદ્રશ્ય સ્પંદનો.
અદ્રશ્ય લાગણીઓ
અદ્રશ્ય તાકાત
અદ્રશ્ય શક્તિ
સમગ્ર જીવ સૃષ્ટિ અરે માત્ર જીવ સૃષ્ટિ નહિ સમગ્ર સૃષ્ટિ નું સર્જન એક અદ્રશ્ય શક્તિ જ છે.
આપણે જે રોજિંદું જીવન જીવીએ છીએ તે સંપૂર્ણ સંપૂર્ણ અદ્રશ્ય લાગણીઓ,અનુભૂતિઓ અને શક્તિઓ ને આધીન છે.
આમ જોવા જઈએ તો આપણનું અસ્તિત્વ એ કેવળ અને કેવળ અદ્રશ્ય શક્તિ જ છે.
ચાલો આ વાત કેવી રીતે સત્ય છે અને તે વિચારીએ અનેસમજીએ.
આપણું જીવન એજ આપણું અસ્તિત્વ છે. બરોબર કે નહીં ?
જો આ જીવન જ નહોય તો આપણે કયાં થી હોવાના ?
તો શું આપણે આપણાં જીવન ને જોઈ,સ્પર્શી,ચાખી શકીએ છીએ ?
આપણે તે માત્ર અનુભવી જ શકીએ છીએ.
જીવન એટલે શું ? એક અદ્રશ્ય તત્વ/ શક્તિ
શ્વાસ -શ્વાસ ને સ્પર્શી શકીએ છીએ? તે પણ અનુભવ નો જ વિષય છે.
આપણી પાસે ખોપડી છે કદાચ સ્નાયુઓ વાળું મગજ છે. પણ બુદ્ધિ ?
બુદ્ધિ એ અદ્રશ્ય તાકાત છે.
આંખો આંખો ચોક્કસ છે પણ દ્રષ્ટિ/જોવુ એ આંખો તો અંધ ને પણ છે પણ જે દ્રષ્ટિ છે એ માત્ર અનુભૂતિ નો વિષય છે.
પ્રેમ જીવન નો આધાર છે.પ્રેમ છે તો જ જીવન છે. પણ પ્રેમ એક અનુભૂતિ છે.
પ્રેમ માતા માટે પિતા માટે સ્ત્રી-પુરુષ માટે,બાળક માટે,નોકરી,અભ્યાસ,પૈસા,પ્રતિષ્ઠા, કોઈ પણ વસ્તુ માટે પ્રેમ છે એટલે એ મેળવવા પ્રયત્ન કરીએ છીએ.
એ પ્રેમ પણ અદ્રશ્ય છે.
વિશ્વાસ /શ્રદ્ધા
વિશ્વાસ છે એટલે દરેક કાર્ય કરવાની પહેલ કરી શકીએ છીએ.આશા રાખી શકીએ છીએ.
વિશ્વાસ પણ અદ્રશ્ય છે.
ક્રોધ ગુસ્સો એ લાગણી છે.જે માત્ર અનુભવી શકાય છે.જે સંપૂર્ણ અદ્રશ્ય છે.
શ્રવણ -કાન છે પણ શ્રવણ ની પ્રક્રિયા સંપૂર્ણ અદ્રશ્ય છે.તે માત્ર અનુભૂતિ છે. અદ્રશ્ય અનુભૂતિ.
ડોનાલ્ડ ટ્રમ્પ ને સતા નો મોહ છે એટલે એણે આટલી બધી મહેનત કરી.
તે મોહ પણ અદ્રશ્ય છે.
મોઢું છે પણ ભૂખ અદ્રશ્ય છે.
જીભ છે પણ બોલવું અદ્રશ્ય છે.
આંસુ એ દુઃખ અને સુખ ની આકૃતિ છે પણ દુઃખને સુખ એ અદ્રશ્ય લાગણીઓ છે.
ગમવુ /ન ગમવુ.
સમગ્ર જીવ સૃષ્ટિ આ ગમવા ન ગમવા ના આધારે જીવે છે જે સંપૂર્ણ અદ્રશ્ય ભાવ છે.
વફાદારી તે પછી પતિ પત્ની ની હોય, નોકર શેઠ ની હોય.દેશ અને નાગરિક ની હોય.વ્યક્તિ ની વ્યક્તિ કે પશુ ની વ્યક્તિ જીવની કુદરત માટે વફાદારી તે પણ અદ્રશ્ય લાગણી છે.
વિશ્વ ના ધનાઢ્ય વ્યક્તિ એ એલોન મસ્ક ને આદ્રશ્ય એવી વફાદારી ના કારણે છૂટાછેડા થયાં અને બે જીવ એક બીજા થી અલગ થઈ ગયા.
દગો તે પણ અદ્રશ્ય અહેસાસ છે.
પ્રતિષ્ઠા એ પણ એક કાલ્પનિક અનુભૂતિ છે.
બિલ ગેટ્સ અબજો દાન આપી અથવા વિશ્વ નો મોટો ધંધો કરી અદ્રશ્ય એવી પ્રતિષ્ઠા ઉભી કરવા મથે છે.
કલ્પના એ પણ અદ્રશ્ય સત્ય છે. જેનાં આધારે વિશ્વ ના અનેક અજાણ્યા નિર્ણયો લેવાયા.જેની પર વિશ્વાસ કહેતા અદ્રશ્ય અનુભૂતિ મૂકી કાર્ય કરાયું.અબજો રૂપિયા વપરાય છે.અનેક લોકો તેં અદ્રશ્ય તાકત થી એ કાર્ય માં જોડાય છે.
ટૂંક માં આપણે આ સૃષ્ટિ માં જે જીવીએ છીએ એ દરેકે દરેક ...ફરી લખું છું દરેકે દરેક અનુભૂતિ અદ્રશ્ય છે. જેને આપણે દેખી શકતાં નથી પણ માત્ર અનુભવી શકીએ છીએ.
અને માત્ર એ અનુભૂતિ નેઅનુસરી આપણે આપણું સમગ્ર જીવન જીવીએ છીએ.
એટલે કે આપણે આખું જીવન એક અદ્રશ્ય શક્તિ ના આધારે વિતાવીએ છીએ.
વિચારી જોજો.
દરેક વિચાર,લાગણી,સ્પંદન જે અદ્રશ્ય છે. અને આપણે તેની પાછળ સમગ્ર જીવન વિતાવીએ છીએ.
કહેતાં. આ લૌકિક સ્થૂળ દેખાતી વસ્તુઓ માટે મૂર્ખ બનવા કરતાં. જે AURA. જે VIBRATION. જે લાગણીઓ ને અનુભવીએ છીએ તેને મહત્વ આપીએ.
સૃષ્ટિ નું સત્ય અદ્રશ્ય છે.કશુંજ સોલિડ નથી. અને આ અદ્રશ્ય વસ્તુ કયારેય સ્થાયી નથી.તે આપણે ક્યારેય મેળવી નથી શકતાં.. કેવળ અનુભવી શકીએ છીએ .અને એ અનુભૂતિ માટે સમગ્ર જીવન મહેનત કરીએ છીએ
છલ, પ્રપંચ, પ્રેમ,બલિદાન,સમજણ પ્રેમ રાખીએ છીએ...તે બધું જ અદ્રશ્ય છે. આપણુ કશું જ નથી. એ અદ્રશ્ય અનુભૂતિઓ ચલિત અને કદાચ ક્ષણિક છે.
આ પણ એક આશ્ચર્ય છે.
જાદુ છે.
એ અદ્રશ્ય શક્તિ ને અનુભવીએ.
તેમાં વિશ્વાસ રાખીએ અને તે અદ્રશ્ય શક્તિ ને માણીએ