તમને ક્યારેય પ્રેમ થયો હોય એવું લાગે છે ?
ક્યારેય ગમતી વ્યક્તિને જોવા માટે
કલાકો ના કલાકો રાહ જોઈ છે ?
ક્યારેય કોઈના મેસેજ ના ઇન્તેજારમાં
કલાકો મોબાઈલ હાથમાં લઈને બેઠા છો ?
ક્યારેય તમને કોઈને એવું પૂછવાનું મન થયું છે,
કે આજે હું કેવો/કેવી લાગુ છું ?
ક્યારેય તમે કોઈને કહ્યું છે,
આજે તો તને જોઈ ચાંદ પણ શરમાઈ જશે ?
ક્યારેય એ કલાકો પહેલા ઓફલાઇન હોય
અને તમે ઓનલાઈન રહી એની રાહ જોઈ હોય
એવું બન્યું છે ?
ક્યારેક રસ્તામાં એ સામે મળી જતાં,
તમે એની આગળ તો નજરો ઝુકાવી લીધી
પણ પાછું વળી વળી ને એને જ જોયા કર્યું છે ?
ક્યારેય એણે એક સ્માઇલ તમને આપી હોય
અને આખો દિવસ તમારો રંગીન બન્યો છે ?
ક્યારેય કોઈએ તમને આંખોના મીઠાં ઈશારા કર્યા હોય
અને તમે શરમાઈ ગયા હોય એવું બન્યું છે ?
ક્યારેય તમે અરીસા સામે ઊભા રહી પોતાની જાતમાં, કપડામાં, ચહેરામાં સુધારા કર્યા છે?
ક્યારેય તમે આજે હું તને પ્રેમ કરું છું કહેવાનું વિચારી પોતાની જાતને જ છેતરી હોય એવું બન્યું છે ?
ક્યારેય તમે કોઈ ને આઈ લવ યુ કહેવા
ઘણીવાર એની પાછળ પાછળ ગયા હોય અને દર વખતે કહ્યા વગર પાછા આવવાનું બન્યું છે ?
જો આ બધા પ્રશ્નો નો જવાબ હા છે તો તમે
ચોક્કસ પ્રેમ કર્યો છે..