*GANDHIJI - THE LEGEND*
Must read - 1 minute read Only
આજ કાલ એક ફૅશન થઈ ગઈ છે ગાંધીજી ની oppose મા બોલવાની (ભાઈ આ ગાંધીજી છે - રાહુલ ગાંધી નહી 😀)
જેના કહેવાથી લોકો ગોળી (દવાની નહી, બંદૂકની) ખાવા તૈયાર થઈ જતાં હતા, વિચારો , કેવી leadership અને respect હશે..
કેટ કેટલું આપ્યું છે ગાંધીજી એ
*આઝાદી* - ઘણા બધાએ શહીદી વ્હોરી હતી પણ ગાંધીજીના non - violence અને અસહકારના આંદોલનને કારણે અંગ્રેજો હાલી ગયા હતા.
*સ્વચ્છતા* - સ્વચ્છતા મા જ પ્રભુતા , આ સૂત્ર આજે પણ એટલું જ મહત્વનું છે.
*અસ્પૃશ્યતા નિવારણ*
હિન્દુ સમાજ, નાત જાતના વાડામાં વહેંચાયેલો હતો. અને હરીજન (જે ગાંધીજીએ આપેલો શબ્દ છે) લોકોને તો પશુઓથી પણ બદતર જીંદગી જીવવી પડતી હતી. એમને સમાન દરજ્જો આપવાનું કામ ગાંધીજીએ કર્યું.
*સ્વદેશી ચળવળ*
વિદેશી સમાન નો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓ માટે લોકોને તૈયાર કર્યા. આ વસ્તુતો આજે પણ કરવા લાયક છે. (Make in India)
*ચરખો*
વિદેશી મશીનોને કારણે સમગ્ર ભારતમાં બેરોજગારી આવી ગઈ હતી, ચરખા નો concept આપી ને કેટલાય લોકોને રોજગારી મળી.