#AJ #શરૂઆત #2019 #january #newyear
શરૂઆત...
નવા વરસના, પ્રથમ માસની નવી સવાર થઈ ગઈ,
કેટલીક જૂની યાદોને વાગોળાવા તૈયાર થઈ ગઈ !
કોઇક ખુશીઓ લઈ આવ્યા, કોઇક આંસુઓ લઈ,
યાદ આવ્યાં સંબંધો ને હૃદયે હર્ષ ની હેલી થઈ ગઈ.
શું કામ ચાલીએ ! લઈ જૂના મતભેદો અર્થ વગરના,
કર્યા માફ, લો ! ભૂલની મનમાં જ કબૂલાત થઈ ગઈ.
ચાલો ભેગા મળી સહાયક નીવડીએ સૌ એકમેકને,
સૌ માટે નવા વરસની, સૌથી પહેલી શરત થઈ ગઈ.
નવા વરસના, પ્રથમ માસની નવી સવાર થઈ ગઈ,
થોડામાં ઘણું જીવીએ મિત્રતાની શરૂઆત થઈ ગઈ.
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.