પીગળી ગયો અંબાર,ત્યારે ક્યાં હતાં?
વણસી ગયો વિસ્તાર,ત્યારે.?
આજે,અચાનક કેમ આવી યાદ હું?
મોસમ હતી પુરબહાર,ત્યારે.?
ખરતા સિતારા,એમ કંઈ પાછા વળે?
સધ્ધર હતો ચમકાર,ત્યારે.?
આજે કહો છો?કામ કે જો હોય તો!
માગ્યો તો મેં સહકાર,ત્યારે.?
ધોખો કરો મા સ્નેહનાં દુષ્કાળનોં!
વરસ્યો પ્રણય મલ્હાર,ત્યારે.?
કોણે કહ્યું કે આપખુદ નિર્ણય હતો?
ચર્ચા કરી બેવાર,ત્યારે..?
મર્મો સુધી પહોંચી ગયુંછે દર્દ,પણ
સંભવ હતા ઉપચાર,ત્યારે.?
"પ્રતિક્ષા"કરતી રહી જિંદગીભર સારૂથયું કે હાથ ઝાલ્યો"કિૃષ્ણ ભગવાને"!
તમનેં કર્યો પોકાર,ત્યારે..?