વા વગર વાદળ ફરે છે કંઇક તો ખોટું થયું છે
કાચથી પથરા ડરે છે કંઇક તો ખોટું થયું છે !
મૃત્યુ જેવા મૃત્યુ સામે બાથભીડી જીવનારા
જિંદગીથી થરથરે છે,કંઇક તો ખોટું થયું છે
થઇ અવસ્થાવાન ખરવું કુદરતી ક્રમમાં ખપે,પણ
પાંદડા લીલાં ખરે છે, કંઇક તો ખોટું થયું છે
આજનહીં તો કાલ આવે કામ એ લાલચથી માણસ
સાપને પણ સંઘરે છે, કંઇક તો ખોટું થયું છે !
બહુ કસીને બંધરાખી તોય, મુઠ્ઠી ખૂલવાથી
આંગળા ડૂસ્કા ભરે છે, કંઇક તો ખોટું થયું છે
વાંસળીમાં પ્રાણપૂરે એજ સધ્ધર મારા "કિૃષ્ણ" ની ફૂંક,આજે
તાપણાં ફૂંક્યા કરે છે,કંઇક તો ખોટું..