ઘણા તો આખું જીવન જીવી ગયા સંબંધોના સ્વાર્થે,
ક્યાં સુધી ટકશે આ સબંધો ચાલો સૌ મળી ચાલીએ પ્રેમના પંથે,
ક્યાં સુધી વિશ્વાસનું ભારણ રાખીશું ખુદના કંધે,
વિશ્વાસને એકબીજા પર છોડી ચાલો સૌ ચાલીએ પ્રેમના પંથે,
અન-બન થશે આંખોની તો સબંધો રહેશે કયા અર્થે,
એકબની સૌ મળી ચાલો ચાલીએ પ્રેમના પંથે,
મનથી જુદા રહી કેવી રીતે રહેશો સંગે,
મનદુઃખ ભુલાવી ચાલો સૌ ચાલીએ પ્રેમને પંથે,
મતભેદો ભૂલી એકબીજાને રંગે,
સૌ રંગાઈ ચાલો ચાલીએ પ્રેમને પંથે....
તમે શું વિચારો?.... comment