- નાની ઈચ્છાઓ - નાના સપનાઓ,
રોજ ધણાં તુટે છે, ધણાં બને છે.
- ક્યારે પુરાં થશે એનું ગણિત નથી,
છતાં...
રોજ બને છે - ફરી રોજ તુટે છે.
- ખુશીનું સરનામું શું? નથી ખબર મને,
પણ દુ:ખી નથી થવું એ - ખબર છે મને.
- જીવનરૂપી મુડી બહું ઓછી છે પાસે,
એમાં...
"મોજ" તો ચક્રવૃધ્ધિ વ્યાજ જેવી કરવી છે.
@RJ Gohel