ત્યાગ શબ્દ પુરુષને જ સોંપવો જોઈએ કેમકે સૌથી વધારે ત્યાગ ફક્ત એજ કરી શકે,બાળપણમાં 'છોકરી છે કે રડે છે' એમ કહીને લોકો રડતા અટકાવે,મોટા થયા પછી જવાબદારી નીચે ઘણુ બધુ છોડી દે,પોતાને 32મિનિટ ટીવી જોવાનો સમય ના હોય તોપણ સદસ્યો માટે ઘરમાં 32ઇંચનુ એલસીડી લગાવી દે,ગ્રાન્ડ પાર્ટીમાં જતી વખતે ફાટેલી ગંજી બદલવાનું પત્ની કહે તો બધા ઓળખે જ છે મને તું સરખી તૈયાર થા એવું ફક્ત એક પુરુષ જ કહી શકે,દરેક સદસ્યોની સગવડોને પુરી કરવામાં કદાચ પોતાની ઘણી ઈચ્છાઓને જન્મતા જ દફનાવવાની તાકાત ફક્ત પુરુષ પાસે જ હોય શકે!
-Nikee