ઘડીએ ઘડીએ શ્વાસ લેવો એ જીવતા હોવાનો સંકેત નથી...
સૂર્યોદય-સૂર્યાસ્ત કે સૂર્યાસ્ત-સૂર્યોદય વચ્ચે સમયને માપવો એ કોઇ જીવન નથી...
ઘડિયાળની સામે વારંવાર જોઈને બદલાતા સમય વચ્ચે જીવાય એ જીવન નથી...
વર્ષ દર વર્ષ ફડાતા આકર્ષિત કેલેન્ડરના પાનાંઓ વચ્ચે વહી જાય એ જીંદગી તો નથી જ...
બદલાતી ઋતુઓ ને બદલાતા આસપાસના માણસો સાથે જીવનનાં કેટલાય પ્રકરણ જીવાતા નથી ફક્ત ફેરવાતા જાય છે..
તો ચલો એક વાર ફરી સ્મૃતિનાં પાનાંઓ ફેરવીએ, છૂટેલા પાનાંઓ ને ફરી જીવવાનો પ્રયત્ન કરીએ...ફરી એ દરેક રેશમી પ્રકરણને વાગોળીએ!!!!
- Nikee