માતા ભુવનેશ્વરી દેવી(1841-1911). "મારા જ્ઞાનના વિકાસ માટે હું મારી માતાનો ઋણી છું." —વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી.
તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા