કૃષ્ણ, એક અદ્ભૂત ઈશ્વર.. એનું નામ મનોહર એટલે નામ મુજબ જ મન હરી લે, તમે એને ચાહ્યા વગર રહી જ ના શકો..જેટલો આકર્ષક એટલો જ પઝેસિવ, તમને એટલા પોતાના બનાવી દે કે તમે એને ધારીને પણ છોડી ના શકો...તમારી અંદર તમને જગ્યા ખૂટવા લાગે...જેમ જેમ તમે એને ચાહવા લાગો એની પાસે પહોંચતા જાઓ એમ એમ એ તમારી આજુબાજુથી બધાને ખસેડતો જાય ને તમને સાવ નોંધારા કરી દે અને જરૂર પડ્યે એ પોતે તમારી પાસે આવી ને ઉભો રહે.!!
- Nikee gami