"અભિમાન" એટલે શું? ધણો મથ્યો ત્યારે તેનો જવાબ મને બહું જ મજાનો મળી ગયો. ધણી વાર સાંભળ્યું - ધણી વાર ખુદ બોલ્યાં. કંઈકને કહી ચુક્યાં - "તે અભિમાની છે". પણ શું છે આ અભિમાન જેવું? અને કોઈને અભિમાની ક્યારે ગણી શકાય? - અંતે મેં જ તે પ્રશ્નોનો જવાબ શોધી કાઢ્યો. જવાબ - આપણે ખુદ આપણા "માન" ની જાળવણી કરતાં હોય ત્યારે તે જ સમયે સામે વાળાને તે માન બહું મોટાં રૂપમાં નજરે તરી આવે છે. જેને વિરોધ્ધી મતલબ કે સામે પક્ષનો માણસ "અભિમાન" કહે છે. જુની કહેવત કે, "અભિમાન કરે તે છેલ્લે દુખી થાય". - તે ખોટી છે. @રવિ