વાદળ પર અસવાર થઇને આવી
                      મોસમની મહારાણી જો...
ભીની માટીની મહેંકને શ્વાસમાં ભરી
               તને યાદ કરી લેવાની આ આદત જો..
દેડકાના  'ડ્રાઊ' સામે મોરનો 'મીઠો 'ટહુકાર ને   વિજળીના તડાકા સામે ટીંપા ની આ સોબત જો...
   ચાલ  ભિંજાઇએ આજે મનભરીને આવી "કારણ વગર "પલળવાની આ   મોસમ જો ..