ગીતામાં અર્જુનવિષાદ યોગ છે એમ કૃષ્ણવિષાદ યોગ પણ હોવો જોઈએ ભગવાન હોવા છતાય માણસની પીડા તો ભોગવી જ છે,એની સંવેદના જાણીએ તો ગોકુળ છોડયા પછી કદી માખણ ચાખ્યુ નઈ ને વૃંદાવન મૂક્યુ પછી વાંસળી-રાસ બધુ પાછળ છોડી દીધુ,પૌત્રના પ્રેમવિવાહ માટે બાણાસુર સાથે યુદ્ધ કર્યું પણ રાધા માટે ના લડ્યા..તોય રાધાને એણે મનોમન તો ચાહી જ હશે કદી ભુલાવી નઈ હોય ને તેમ છતાય પ્રત્યક્ષ રૂપે કદી યાદ નથી કરી,આમ જોઈએ તો એકલતાથી એકલતા સુધીનો પ્રવાસ ખેડયો છે એણે જન્મતા જ માઁથી અલગ થયા ને યાદવાસ્થળીએ મૃત્યુ વખતે પણ સાવ એકલા..!
-Nikee