માં એટલે સૌથી નાનો શબ્દ અને સૌથી મોટો સંબંધ કેમકે એના સાથે તો આપણે જન્મ્યા પહેલાના પણ 9 મહિના જીવ્યા છીએ,માં એટલે દિવસભરનો ગુસ્સો ઠાલવવાનું સાધન જ્યાં આપણે બિન્દાસ ગુસ્સો ઉતારીએ છીએ ને માં તોય બધુ ભૂલીને આપણને અચૂક પૂછે છે કે આજે શુ જમીશ,માં એટલે એક ફ્રી મશીન જે અડધી રાતે પણ તમને ચા બનાવી દે..માં ને આપડે મશીન ને સાધન જ માની બેઠા છીએ પણ માં એટલે તો ઝરણાં ની શીતળતા, માં એટલે એક એવી દોરી જે ઘરના દરેક મણકારૂપી સદસ્યોને માળાની જેમ એક સાથે પરોવી રાખે છે ને તેમ છતાંય તે દોરી સહજરૂપે ક્યાંય દેખાતી નથી..