નાસ્તકની ડાયરી
કોઇ પરિસ્થિતિમાં સ્ટેન્ડ લેવુ અને કોઇના માટે કે કોઇ વિચારધારા માટે સ્ટેન્ડ લેવુ, બંન્નેમાં ઘણો ફરક છે.
પરિસ્થિતિ પ્રમાણે સ્ટેન્ડ લેવા વાળાનો મ્હાયેલો તમને દુ:ખી જોવા મળશે કારણ કે એ માણસે ઘણી વાર પોતાના ચહિતા લોકોની વિરુધ્ધમાં સ્ટેન્ડ લેવુ પડતુ હોય છે. પરિસ્થિતિ પ્રમાણે સ્ટેન્ડ લેવા વાળાઓ પર ઘણીવાર તકવાદીના લેબલ લાગતા હોય છે.
જ્યારે વ્યક્તિ વિષેશ કે વિચારધારા માટે સ્ટેન્ડ લેવા વાળો સુખી જોવા મળશે કારણ કે એનુ સ્ટેન્ડ એ વફાદારી કે પ્રેમ નુ સ્ટેન્ડ હશે, સાચુ કે ખોટુ – ડઝન્ટ મેટર.