યાદ આવે છે.
સ્કોર્લ કરું મારી જુની યાદો ને,
હાઇપરલિંક થઇ ને તું સામે આવે છે.
એક એક મીનિટ તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે.
મિનિમાઇસ કરું છું મારી બધી વિન્ડોને,
ડેસ્કટોપ ની જેમ તું સામે આવે છે.
ડીલીટ કરુ છું એ યાદોની ફાઇલ ને
એ રીસાઇકલ બિન માથી પાછી આવે છે.
શટડાઉન કરું છું મારી સીસ્ટમ
તો પણ શટડાઉન મેસેજમાં તું આવે છે.
સ્કેન કરું છું મારી હાર્ડડીસ્ક ને
વાઇરસ બનીને તું સામે આવે છે.