( આજે સવારે બસમા થયેલ તાજી વાત)
સામાન્ય લોકો જે રીતે શરુઆત કરતા હોય છે એ રીતે 'શુ કરો છો ત્યારે? ' થી વાત શરુ થઇ.એ ભાઇએ મને ઇશારો કરી કહ્યુ 'આ મારી પત્ની ને પેલી મોટાભાઇની દિકરી રીના'....
'મોટાભાઇ નોખા થઇ ગયા છે..ઉમર થય ગઇ એટલે બાપુજી હવે દુકાને બેસી ના શકે..ને જો હું નોકરી કરું તો દુકાન કોન સંભાળે? બાપુજીએ કીધુ કે તો હવે દુકાને બેસી જા, ઘર નો ધંધો તો ખરો '
M.A થયેલા એ ભાઇના શબ્દો આશ્વર્ય પમાડે તેવા હતા "અમે તો નો ભણ્યા પણ હવે છોકરાને ભણાવશુ".