Quotes by Jayanti Bhil in Bitesapp read free

Jayanti Bhil

Jayanti Bhil

@jbbhil


આંખથી છૂટા પડતી વેળાએ આજ તો આંસુઓ પણ રડ્યા !
આખરે પ્રસંગ તો હતો વિદાઇ નો જ ને !

હળવો શુ થયો હું આ શ્વાસથી
ચાર જણ ઉંચકી ગયા મને !!

કાળને જઇને કહી દો કોઇક,
મારા દોસ્તો ની દુઆઓ સામે તારું કોઇ ગજુ નથી !

એકલો તો હું પણ નથી સાહેબ..
સાહિત્ય મારો સથવારો છે,
રદ્દિફ કાફિયાનો પ્રેમી છું !

હતો નહી પણ બની ગયો હું,
સાંભળ્યું હતુ કે બહુ પૂજે છે લોકો 'પથ્થર' ને.

ઉગવાનું થોડો ભૂલે
એ તો સુરજ છે...સાહેબ !

( આજે સવારે બસમા થયેલ તાજી વાત)

સામાન્ય લોકો જે રીતે શરુઆત કરતા હોય છે એ રીતે 'શુ કરો છો ત્યારે? ' થી વાત શરુ થઇ.એ ભાઇએ મને ઇશારો કરી કહ્યુ 'આ મારી પત્ની ને પેલી મોટાભાઇની દિકરી રીના'....
'મોટાભાઇ નોખા થઇ ગયા છે..ઉમર થય ગઇ એટલે બાપુજી હવે દુકાને બેસી ના શકે..ને જો હું નોકરી કરું તો દુકાન કોન સંભાળે? બાપુજીએ કીધુ કે તો હવે દુકાને બેસી જા, ઘર નો ધંધો તો ખરો '
M.A થયેલા એ ભાઇના શબ્દો આશ્વર્ય પમાડે તેવા હતા "અમે તો નો ભણ્યા પણ હવે છોકરાને ભણાવશુ".

Read More

સમયથી વધુ કોઇ નિયમિત ન જોયો
બદલતા પ્રહર તો ઢળે જિંદગીનાં

મને તો રહી ના જવાનીય હિમ્મત
હશે લાગણીઓ ખળે જિંદગીનાં

કહાનીય મશહૂર મારા મરણની
તને ના પુરાવા મળે જિંદગીના

Read More

અહીં અંદરની વાત બહાર કરી શું ફાયદો,જે સમજદાર છે એ બધા પોતાની ધૂનમાં છે !

કાળી રાતોનો ફાયદોએ કે એમાં ધોળા દિવસે પણ તારા દેખાય...