લખવા માટે તો ઘણું છે,પેન,કાગળ,શાહી;
નથી તો બસ તું અને તારી વાતો.
કહેવા માટે તો ઘણું છે;
નથી તો બસ તને કહેવાની હીંમત.
આગળ વધવા માટે તો ઘણું છે;
નથી તો બસ પાછળ ફરીને ભૂતકાળને જોવાની
હિંમત…
અનુભવવા માટે તો ઘણું છે;
નથી તો બસ તારા તે પ્રથમ સ્પર્શ ની હૂંફ.
તરછોડી દેવા માટે તો ઘણું છે;
નથી તો બસ તું અને તારી યાદો…
જિંદગી જીવવવા માટે તો ઘણા કારણો છે;
નથી તો બસ તું અને તારી વાતો.