દીકરી એટલે મોરપીંછની મોહકતા, જેમાં રંગ પણ હોય ને ઉમંગ પણ હોય..
દીકરી એટલે 'પ્રેમ હજીયે ક્યાંક અકબંધ છે' એવો સ્વયં ઈશ્વરે આપેલો પુરાવો..
દીકરી એટલે જેના હાસ્યથી ઘરમાં સતત વેરાતી વસંત..
દીકરી એટલે જેનો ખાલીપો કોઈથી ના ભરાય એવી સુખ-દુઃખની સખી..
દીકરી એટલે કમળની કોમળતા, ગુલાબની ઋજુતા ને પારિજાતની દિવ્યતા..
- Nikee