દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી જાર ના,
ને લાખો ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે.
મને એ જ નથી સમજાતું કે આવુ શીદને થાય છે.
કામધેનૂને ખાવા નથી સુકુ તણખલુ ને
લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે.
મને એ જ નથી સમજાતું કે આવુ શીદને થાય છે.
ગરીબોના કૂબામાં છે તેલ ટીપુય દોહ્યલું ને
અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે.
મને એ જ નથી સમજાતું કે આવુ શીદને થાય છે.
કરસનદાસ માણેકની આ પંક્તિઓનો અર્થ શાળાના શિક્ષકો નહોતા સમજાવી શક્યા પણ ભારતીય બેંકોએ બહુ સરળતાથી સમજાવી દીધો.