રાહ જોવું છું કે તારો કોઈ કાગળ આવે...
પ્રેમનો એકરાર કરવા બસ તું આગળ આવે...
સુકાયેલું વૃક્ષ છું હું ને મારી ઉપર હવે, તારા પ્રેમ થી છલક્તું એક વાદળ આવે...
મોતી બની ચમકી ઊઠું તારા આગમનથી, ગુલાબની પાંદડી પર જેમ ઝાકળ આવે...
સદાને માટે બાંધી દે મને તારી સાથે, કાશ એવી કોઈ પ્રેમની સાંકળ આવે... S2