મેં એની ખુશી ઇચ્છી અને સરપ્રાઇઝ આપી એને પૂછ્યા વગર....!!
પૂછ્યા વગર કેમ આવ્યો એમ કહી એણે ગુસ્સો કર્યો મારા પર...!!
હું સાંભળતો રહ્યો એ બોલતી જ રહી...!!
મને થયું એ ચૂપ થશે પણ એ બોલતી રહી, ના ગમ્યું એને કેમકે મેં પૂછ્યું નહોતું...!!
મારે ખુશ જોવી હતી એને એટલે મેં કહ્યું સોરી હું હવે ધ્યાન રાખીશ...!!
હવે એને અહેસાસ થયો કે શું ખબર નહીં પણ એણે મને સૉરી કહ્યું...!!
પણ ભુલ તો મારી જ હતી ને હું જ પાગલની જેમ એને સરપ્રાઇઝ આપવા દોડી ગયો હતો...!!
એટલે મેં પણ સોરી કહ્યું, એ હવે બોલતી નથી...!!
કેમ???