હું ઝંખુ ને તમે નહીં કહેલા બધા જ સંવેદનો ફરી શ્વાસ લે તો કેવુ?
હું તમને શોધું ને તમે મારામાં જ જડી જાઓ તો કેવુ?
હું બન્ને આંખ મીંચુ ને તમે સપના સુધી આવો તો કેવુ?
હું વાળ ઓળુ ને ચોટલાની સાથે તમને પણ ગુંથ્યા કરું તો કેવુ?
હું મૃગજળ બની જાઉં ને તમે તરસ્યા થઈ આવો તો કેવુ?
હું થોડી ઋજુતા રેડું ને તમે ફૂલ થઈ ખીલો તો કેવુ?
હું વિતાવું છુ એ સમય પણ તમારા સાથે વીતે એ જીવન બની જાય તો કેવુ?
- Nikee