શું પામી શું ખોયું સઘળું લખવાની છું
હું તો જાણ્યું જોયું સઘળું લખવાની છું
હકડેઠઠ સપનાં વચ્ચે ક્યારે હરખાયી
ક્યારે મન બહુ રોયું, સઘળું લખવાની છું
કોનાં હૈયે આવ્યો ઉભરો મારા પગલે
ક્યાં ભોંકાણી સોયું સઘળું લખવાની છું !
ગુંથી તો છે સહુએ સગપણની માળા,પણ
ભેળું શું શું પરોયુ, સઘળું લખવાની છું !
લાંઘીને આવી છું પળનાં ખળખળ ઝરણાં
ક્યાં કોણે શું કયૅુ, સઘળું લખવાની છું