લેણ-દેણ નાં અવસર ના મળ્યા તો'ય
કોરા કાગળ પર ગણેલો એ હિસાબ કોનો?
પાસે કોઈ ના હોવા છત્તાય
ઓરડામાં ઘૂઘવતો એ શ્વાસ કોનો?
મૂક રહીને'ય સધિયારો અપાવે એવો
વ્હાલ ઉપસાવતો એ અવાજ કોનો?
સમય પાસે લખલૂટ લૂંટાયને જોઈએ
મારા સિવાય મારા પર અધિકાર કોનો?
કુંડળીના ગોટાળા ના ઉકેલીએ તો'ય
જન્માક્ષરમાં બીજા અક્ષરોનો સાથ કોનો?
- Nikee