એની પાસે પહોંચવાની રાહમાં
મુજથી જ દૂર રહેતા શીખી લીધું
ઉડવા આપી ફક્ત યાદોનું આકાશ
આજીવન કેદમાં રહેતા શીખી લીધું
ખોળતા નથી એ તો પણ
ખોવાઈ જઇ ખુદમાં એમનામાં જ જડતા શીખી લીધું
ધખધખાવે છે એ તો'ય
એના પર જ ઠરતા શીખી લીધું
મળવું જ હતું મારે એટલે
બંધ આંખોમાં'ય મળતા શીખી લીધું..!!
- Nikee