કોફીશોપ પર હુ રાહ જોતી હોવ
ને ડેનિમ પહેરી કૃષ્ણ પધારે
હુ પૂછુ પીતાંબર ક્યા?
ને એ એને ઓલ્ડ ફેશન ગણાવે
કોફીનુ બિલ ચૂકવવા જ્યારે એ વોલેટ નિકાળે
એમા યશોદા ને દેવકીનો ફોટો દેખાડે
ત્યા ઓધવજીનો કોલ આવે,ને આ શું?
રીંગટોનમાંતો મીરાનુ ભજન વાગે
ઓધવને રાધાના હાલ પૂછે
ને રાધાને ડાર્લિંગ કહી બોલાવે
રુકમણી માટે ગુલદસ્તો મોકલાવે
ને સત્યભામાને સરપ્રાઈઝ ગીફ્ટ આપે
પ્રાચીન છત્તાય અર્વાચીન રૂપે મનેય એ મળે
સ્વપ્નમા તો સ્વપ્નમા એવી 1 ડેટ મારા માટે'ય ગોઠવે
મારા સાથે થોડીક સેલ્ફી લઇલે
ને જોડે બેસી મને કોફી પીવડાવે!
Niki