હું સમયની જેમ ચંચળ છું તું શું કામ મને શોધ્યા કરે છે?
મારી દુનિયાનું મૂલ્ય મને જ નથી તું શું કામ મારી કિંમત આકયા કરે છે?
કોઈના વિશ્વાસ માટે હું ખુદને વિખેર્યા કરું તું શું કામ વિશ્વાસ મુક્યા કરે છે?
હું મુશ્કેલીમાં ખુદને વારે ઘડીએ મુક્યા કરું તું શું કામ મૂંઝાયા કરે છે?
એકાંતમાં હું આભ ભણ્યા કરું ત્યારે તું શું કામ મને જોયા કરે છે?
આંખોથી ખુશ ને અંદરથી એકલો ત્યારે તું શું કામ મળ્યા કરે છે?
હું જિંદગીના મામલે બેપરવાહ છું પણ હું શું કામ ચિંતા કર્યા કરું છું?
તમે શું વિચાર્યા કરો છો...?