ઊંઘના પણ ગજબ હાલ થયા
સપનાયે આખી રાત જાગતા જડયા
ફૂલ બની એમની સામે મુર્જાયા
છત્તાય સુગંધમાં એ અકબંધ રહ્યા
જીંદગી કેરી ચોપડી ફરી વાંચી
એમના નામ ના પાનાં હજીયે વાળેલા મળ્યા
આસપાસ અવિરત સાથે વણેલા જાળા જડયા
પાનખર નહીં પણ એ વીતેલી વસંત રૂપે રહ્યા
પછી સમજાયુ કે એ તો જીંદગી જેટલા જ મહત્વનાં થયા
સંબંધોના'યે આ કેવા વણલખ્યા કરાર જડયા...!!!
- Nikee