વ્હાલ વીના જીવવું બહુ આકરૂં થઇ જાય છે
એકબીજાનું થવું બહુ આકરૂં થઇ જાય છે
લાગણી જેવું કશું જો હોય નહીં સંબંધમાં
સગપણો નિભાવવું બહુ આકરૂં..
સામસામા છેદ ઉડતાં હોય જ્યાં ઈચ્છા વિષે
ત્યાં અપેક્ષિત પામવું બહુ આકરૂં..
કોઇવેળા એ બને કે સાવ સામે હોઇએ
પણ હરફ ઉચ્ચારવું બહુ આકરૂં..
સહેજપણ ઝાંખો પડે વૈભવ ઉઘડતાં રૂપનો
આયના સામે જવું બહુ આકરૂં..
તડ પડે તો તૂટવું નિશ્ચિત ગણી લેવાય,પણ
તડ વગરનું તૂટવું બહુ આકરૂં..
એ દશા કેવી જ્યાં જીવવું હો દોહ્યલું
'ને મરી પરવારવું બહુ આકરૂં..