સિતારા ડૂબતા દેખાય ત્યારે મૌન પાળું છું
અડોઅડ દૂરતા દેખાય ત્યારે મૌન પાળું છું
વિકસતી જોઇ છે ઢંકાઇને પણ વિદ્વતા કાયમ
ઉઘાડી મૂર્ખતા દેખાય ત્યારે મૌન..
નડે છે કોણ કોને કેટલું એ યક્ષ પ્રશ્નોનાં
જવાબો ખૂટતા દેખાય ત્યારે મૌન..
વિષય જેનો નથી એ પણ, વિષય છંછેડવા ખાતર
સવાલો પૂછતા દેખાય ત્યારે મૌન..
નજાકત લાગણીની ખોરવાતી જાય છે આજે
વલણમાં શુષ્કતા દેખાય ત્યારે મૌન..
નથી ભૂલી શકાતા ભૂલવા જેવા ય કિસ્સાઓ
સ્મરણ સહુ ખૂલતા દેખાય ત્યારે મૌન..
સ્વજન પણ પારકા થઇજાય છે ટાણે,ઘણીવેળાપ્રસંગો તૂટતા દેખાય ત્યારે મૌન..