વધતી વયે એટલું નક્કી કર્યું
જીંદગી તો આમે'ય ચાલે છે
જીવવું કેવી રીતે, એ નક્કી કર્યું
દેખીતા તો જડે છે બધા જ
બીજું કોણ વસે છે મારા અંદર, એ નક્કી કર્યું
ભીતર થતા વીજળીના ટંકાર પછી
વરસી ક્યાં પડવું, એ નકકી કર્યું
હજી ના સમજાયું તું લાગણી છે કે વિષય?
ઉકેલવો છે એ ગોટાળો હવે, એ નક્કી કર્યું
જિંદગીના દસ્તાવેજ પર હવે
મારા નામની સાથે તારું જ નામ લખવું, એ નક્કી કર્યું..!!!
- Nikee