કેશવ, ઘણું ઘણું કળું છુ તને
ને તું મારા સુખની તમન્ના કરતો મળે છે મને
ગોવિંદ, મારી આસપાસ અવિરત કલ્પુ છુ તને
ને તું ઓતપ્રોત વરસી ભીંજાવી જાય છે મને
શ્યામ, વાંસળી બનાવી ને પીંછ સજાવી દઉં તને
એવી ઘણી ઇચ્છાઓનું વળગણ છે મને
મનહર, મારુ આધિપત્ય દેવું છે તને
હવે તારા પ્રેમની પરિભાષા પણ સમજાય છે મને
માધવ, તારી અટપટી વાતોથી ફાવવા નઈ દઉં તને
તારા હૃદયમાં સ્હેજ સ્થાન આપી દે મને
દ્વારિકાધીશ છે ને તું? તો કરું એક ફરિયાદ તને
હવે મહેમાન થઈ કો'ક દી રૂબરૂમાં પણ મળ મને..!!!
- Nikee