જીંદગી ગાળવા નહી પણ જીવવા ઇચ્છુ છુ તારી સાથે
સવારના સુર્યોદયને હિંચકે બેસી જોવા ઇચ્છુ છુ તારી સાથે
ચાની ચૂસ્કી સાથે મીઠી રકજક ઈચ્છુછુ તારી સાથે
ક્યારેક રસોઈ ના બનાવી કેન્ડલલાઈટ ડિનર ઇચ્છુ છુ તારી સાથે
બધાની વચ્ચેય હવે શાણપણ ભૂલી સહેજ ગાંડપણ ઇચ્છુછુ તારી સાથે
કોઈ સાંજે વૉક કરતા લારીનો જયુસ પીવા ઇચ્છુ છુ તારી સાથે
રોમેન્ટીકમૂવીના લેટનાઈટ શો માં કોર્નરશીટ પર બેસવા ઇચ્છુછુ તારી સાથે
કોઈ ફરિયાદ કે શરત વગર થોડી ક્ષણ વધુ જીવવા ઇચ્છુ છુ તારી સાથે
જીવનને નવા રંગથી સજાવીને ઘરડા થવા ઇચ્છુ છુ તારી સાથે
Niki