Gujarati Quote in Whatsapp-Status by Nikee gami

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે ડગ જોડે હજી માંડી લઈએ
હજી થોડુંક અંતર સંગાથે કાપી લઈએ

તડકાનાં ત્રાટકમાં બહુ જીવ્યા
આજે વરસાદી વાછટમાં થોડું નાહી લઈએ

સંબંધોની લાજ હડસેલીને
હવે સ્વાદ કસુંબલનો માણી લઈએ

આ અહમ અહમની રમત ઘણી રમી
ચાલ આજે સહેજ વહાલ વાવી લઈએ

સમજૂતી છોડી આત્મા સાથેની
હૈયાની પાટી ને સ્વચ્છ કરી લઈએ

ચાલ, હું "અને" તું માંથી
આજે "અને" નો છેદ ઉડાવી દઈએ..!!!

- Nikee

Gujarati Whatsapp-Status by Nikee gami : 13157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now