આજે કામ મળ્યું મને એક અગત્યનું
મારા સાથે મને જ પરિચિત કરવાનું
નિરાંતે બેસીને વિચાર્યું તો,
થયું છે ઘણું ના થવાનું
સાવ અમથુ બધા સામે મલકાવાનું
ને અંદર જ અંદર રૂંધાયા કરવાનું
અફસોસ ને મૂકીએ નેવે..તો પણ
ભારે મૂલ્ય ચૂકવવું પડે મરજી મુજબ જીવવાનું
અઘરું લાગે છે જીંદગી સાથે થોડું બેસી શકવાનું
આમ જાત સાથે જ રોજ સેટિંગ કરતું રહેવાનું..!!
- Nikee