તારી સાથે રોજ નવી નવી રીતે પ્રેમમાં પડવાની એક મજા છે.!
તું સામે આવે ને એક નાના સ્મિત સાથે શરમાવાની એક મજા છે.!
ક્યારેક વગર વાંકે તને વઢવાની એક મજા છે.!
ક્યારેક તારું અણગમતું કરી તને પજવવાની એક મજા છે.!
કોઈ વાર મોં ચડાવી ને પછી ના માનવાની એક મજા છે.!
ક્યારેક મારી વાત માનવા તને મજબુર કરવાની એક મજા છે.!
તને જાતે કરીને ગુસ્સો અપાવવાની પણ એક મજા છે.!
તારી ગેરહાજરીમાં તને આમ યાદ કરવાની એક અલગ મજા છે.!!
- Nikee