મારી કરમ કહાણી
સમય ના તુટેલા દર્પણમાં જોતા,ખુદ હુ તુટી જાવ છું
એજ દર્પણ મા જોતા જોતા પાછો હું મારામા જ ખોવાવ છુ.
*શુ લખવી મારી કરમ કહાણી.એતો લખનાર વિધી જાણે.
ગુજારતૉ રહુ જીંદગી ગમગીની મા,છતા હુ હરખાવ છુ.
સમયના.........
*અવળા આવે વિચારૉ મને,સાથ કદી ના આપુ હું.
ડર હવે નથી કશાનો મને,મોતથી પણ ના ગભરાવ છુ.
સમય ના.........
*વીખેરાઇ જશે વાદળો બધા,કાલ આ કાળપ તણા.
સોનેરી સુરજ ઉગશે અંતે.એ આશાએ જીવી જાવ છુ.
સમયના......
*મનને સ્થિર રાખવા કવિતા કુદરત ની કર્યા કરુ.
એજ અરજ સુણશે એ ભાવે.ગીત કાયમ ગાવ છુ
સમયના