કંઇનથી આ હાથમાં લે જોઇલે
વાસ્તવિક્તા ટાળ મા,લે જોઇલે
કાળ રમતો હોય છે અવિરતપણે
હું ય છું એ રાસમાં,લે જોઇલે
પ્રાપ્ય તકલાદીપણાનો વારસો
જાળવ્યો છે શ્વાસમાં લે જોઇલે
જિંદગીભર થઇ શક્યું નહિં વ્યક્ત જે
એ બધું છે આંખમાં,લે જોઇલે !
સાવ કંઇ ખાડે નથી ગઇ જિંદગી
છે ઘણું અપવાદમાં લે જોઇલે !
ઘણ સમયનાં બહુ ખમીખાધા પછી
માંડ આવ્ઘાટમાં લે જોઇલે
કેમ નીકળે માપ નક્કર પહોંચનું?
ગજ બધા છે ટાંચમાં,લે જોઇલે
રાત વીતી ગઇ દિવસની રાહમાં
'ને દિવસ ફફડાટમાં,લે જોઇલે
થઇ શક્યું; તું એ કરી છૂટી,
તોય આવી વાંકમાં લે જોઇલે !