દેવ દિવાળી
(જોડાયેલી છે બે પૌરાણિક કથાઓ)
તારકાસુરના ત્રણ પુત્રો
તારકાક્ષ,કમલાક્ષને વિધ્યુન્માલિ રે.....
કરી કઠોર તપસ્યા એમણે
પ્રસન્ન થયા બ્રહ્મદેવ રે....................
વરદાનથીએ સોના,ચાંદી ને લોખંડના નગરોમાં 
નિવાસ કરતાં ને વિહરતા ત્રણેય લોકમાં રે......
વરદાન હતું બ્રહ્માજીનું 
શિવજીના એક જ બાણથી થાશે નાશ રે.......
મચાવતા ત્રણેય લોકમાં આતંક એ
ત્રાસી ઋષિઓ ને દેવોએ કરી શિવને પ્રાર્થના રે...
કારતક પૂર્ણિમાએ શિવે "ત્રિપુરારી" રૂપ ધરી
કર્યો એક જ બાણથી ત્રિપુરાસુરનો નાશ રે......
બીજી કથા જેમાં ભગવાન વિષ્ણુએ
રક્ષણ કરવા સૃષ્ટિનું પ્રથમ ધર્યો મત્સ્યાવતાર રે...
આજ દિ'ને દેવો ને દાનવોનું 
ક્ષીરસાગર મંથન થયુ સમાપ્ત રે..................
ચાતુર્માસની સમાપ્તિ ને જાગે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જેથી આવતાં દેવો પૃથ્વી પર રે...
અહંકાર ને અજ્ઞાનનો થાય નાશ "પુષ્પ"
પ્રકાશ તરફ થાય ગતિ સૌની રે............
દેવ દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામના

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 112041407

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now