ધૂળિયાં જગતમાં મન મેલું તો થશે,
પથિક બની મનને ઉજળું કરવું પડશે,

દુનિયાના કાચા રંગે રંગાઈ તો જવાશે,
અંતરના રંગોને પાકે પાકાં કરવાં પડશે,

જુઠુાં રસ્તાઓ પર પગલાં તો મંડાશે,
સત્યના માર્ગે ફરી પાછા વળવું પડશે,

બીજાના દોષો શોધી શું મેળવી શકાશે?
પહેલાં પોતાની ભૂલોને સુધારવી પડશે,

અહંનાં આવરણો ઊંચે ચઢતાં જ રહેશે,
વિવેકી બની જાતને નીચે નમવું પડશે,

જગતને બદલવાની ઇચ્છા તો સૌને થશે,
પોતે બદલાશે ત્યારે તો વાત ખરી પડશે.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 112041141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now